રજીસ્ટ્રેશન નંબર રજી. એફ ૮૩૭૦ તા. ૧-૧૦-૨૦૦૧, ગુજ. ૮૫૨૧ (અમદાવાદ)
About Prajapati Mandal
Latest News
કારોબારી સભ્યોની મિટિંગ તા. 2-5-2017 મંગળવાર રાત્રે 9 વાગે રાખવામાં આવેલ છે.
more
સમાજ ની પ્રવૃતીઓ
સમૂહ લગ્ન

”સંગઠન” ને એક શબ્દ રૂપે નિહાળતા “અનેક વ્યકતિઓનું એક સાથે ભેગા થવુ ” એવો અર્થ સૌ કોઈને પ્રથમ આવે. આવા વિચારમાં માનવીઓનાં સંગઠનમાં અનેક માનવી દેહોને નિહાળી શકાય. તો શું સંગઠન એટલે ફક્ત દેહોનું મિલન ? પ્રજાપતિ જ્ઞાતિજનોને એક સાથે સમુહમિલને સંગઠન રૂપે ભેગા કરવા એ તો આપણા મંડળનું પ્રથમ પગલું છે. પરંતુ એ મિલન પહેલાં વ્યકતિગત રીતે દરેક પ્રજાપતિના હ્રદયમાં “પ્રજાપતિ ગૌરવ” છલકાવું જોઈએ. પ્રજાપતિ ગૌરવભરી જાગ્રુતિ અને શિક્ષણરૂપી જ્ઞાનગંગા સહિત એકતા-પ્રેમભાવનાના ઝરણે પ્રજાપતિ જ્ઞાતિજનોનું સમૂહમિલન એજ ખરૂ પ્રજાપતિ સંગઠન !

વાસ્તુકલા ફોઉન્ડેશન -પુસ્તક વિતરણ

વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતું ટ્રસ્ટ "વાસ્તુકલા ફોઉન્ડેશન" પ્રજાપતિ પરિવારના ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમને મેડિકલ - પેરા મેડિકલ - નર્સિંગ - એન્જિનિરીંગ - ફાર્મસી - ડિગ્રી કે ડિપ્લોમાની ફ્રી સીટમાં ફક્ત સરકારી કોલેજમાં પ્રવેશ મેળવેલ છે તેવા વિદ્યાર્થીએ સાદા કાગળમાં અરજી લખી મોકલવાની છે. અરજી સાથે ધો. 10 અને ધો. 12 સાયન્સ ની માર્કશીટની નકલ, જે અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવ્યો હોય તે કોલેજની ફી ભર્યાની રસીદ, આવકનો પુરાવો, ઘરના લાઈટબીલની ઝેરોક્ષ, રહેઠાણનુ પૂરું સરનામું, પિતાનો વ્યવસાય, કુટુંબના સભ્યની માહિતી તથા ઘરનો ફોન, મોબાઈલ નંબર લખી મોકલાવવો.

પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ માટે પ્રતિ વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે. પેમેન્ટ શીટ પાર પ્રવેશ મેળવનારા કે અન્ય અભ્યાસ્ક્રમમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે નહિ. સ્કોલરશીપ ગુણવતાના ધોરણે આપવામાં આવે છે.ધો. 10 અને ધો. 12 સાયન્સમાં 80% થી વધુ ગુન હોવા જરૂરી છે. કન્યા છાત્રો અને ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. અરજીપત્રક નીચેના સરનામે પહોંચતું કરવુ.

ખાસ નોંધ : "મંડળના આજીવન સભ્યના બાળકોને જેમને વાર્ષિક પરીક્ષામાં 75% થી વધુ ગુન મેળવેલ હશે તે વિદ્યાર્થીઓને દર વર્ષે તા. 1 થી 10 જૂન દરમ્યાન નોટ - ચોપડા આમારી ઓફિસમાંથી સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી મફત આપવામાં આવશે."

વાસ્તુકલા ફોઉન્ડેશન એડ્રેસ :
એ-1, સુફલામ એસ્ટેટ,
પોપ્યુલર વીહલરની બાજુમાં, ઇસનપુર-નારોલ હાઈવે,
અમદાવાદ - 382443