રજીસ્ટ્રેશન નંબર રજી. એફ ૮૩૭૦ તા. ૧-૧૦-૨૦૦૧, ગુજ. ૮૫૨૧ (અમદાવાદ)
About Prajapati Mandal
Latest News
કારોબારી સભ્યોની મિટિંગ તા. 2-5-2017 મંગળવાર રાત્રે 9 વાગે રાખવામાં આવેલ છે.
more
પ્રજાપતિ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ અને તેની પ્રાચીનતા

હિન્દુ સમાજ માં હજ્જારો જાતિઓ છે. જેમાં કુંભાર (પ્રજાપતિ) જ્ઞાતીની ઉત્પત્તિ ક્યાં અને ક્યારે થઇ તેની રૂપરેખા આપ​વી ખૂબ જ અઘરું કામ છે. તેમ છતા આ જ્ઞાતીઓની ઉત્પત્તિ જાણ​વા આપણે પ્રાચીન ઈતિહાસ અને ધામિઁક ગ્રંથો ઉપર આધાર રાખવો પડે છે.

પ્રજાપતિ એ દક્ષ પ્રજાપતિના વંશજો છે એ પૌરાણિક કથા છે. દક્ષપ્રજાપતિ બ્રહ્માના પુત્ર હતા. દક્ષપ્રજાપતિ એ યજુર્વેદના મહાન જ્ઞાની અને વિદ્વાન હતા. તેની મહાન વિદ્વતાથી બ્રહ્મા એક દિવસ તેના ઉપર ખુબજ પ્રસન્ન થયા અને તેને મોટી ઉપમા આપી.આ ઉપમાંથી તેમને ખુબજ ગર્વ ઉત્પન્ન થયો અને ખુબ અભિમાન આવ્યું. દક્ષપ્રજાપતિએ પોતાના ત્યાં મહાયજ્ઞ કરવા વિચાર્યું. અને દેવો ઋષિમુનિઓ,બ્રાહ્મણો વગેરેને આમંત્રણ આપ્યું. બધા આવીને યજ્ઞમંડપ માં બેઠા.યજ્ઞમંડપ માં જયારે દક્ષપ્રજાપતિ આવ્યા ત્યારે તેમને જોઈને ઋષિમુનિઓ, દેવો વગેરે તેમને માંન આપવા ઉભા થયા પરંતુ બ્રહ્મા અને શંકર ઉભા ના થયા અને કહ્યું કે આ શંકર મારો જમાઈ થાય છે પણ તે વિવેક જાણતો નથી. તેને હું આ મહાયજ્ઞમાં ભાગ લેવા દઈશ નહિ. આ સંભાળી શંકર તો શાંત રહ્યા પરંતુ નંદીથી રહેવાયું નહિ તેને દક્ષપ્રજાપતિને કહ્યું કે તું ગર્વમાં લીન થયો છે અને શંકરની નિંદા કરી અમોને તુચ્છકાર આપ્યો છે તેના બદલામાં હું તને શ્રાપ આપું છુ કે તારા વંશજો ઉચ્ચ અને પવિત્ર બ્રાહ્મણ કુળનો હોવા છતાં કળયુગમાં અબ્રાહ્મણ કહેવાશે.

આમ આપણે બ્રહ્મા પુત્ર મહર્ષિ દક્ષપ્રજાપતિના સંતાનો હોવા છતાં નંદીના શ્રાપથી કળયુગમાં પ્રજાપતિઓનો દરજ્જો ઉતર્યો છે. આમ મૂળ પ્રજાપતિ બ્રાહ્મણ કુળની ઉચ્ચ અને ઉત્તમજાતિ છે. પ્રાચીન કાળમાં પ્રજાપતિનો દરજ્જો ઘણો ઊંચો હતો. તેથી જ એ સમયે ઉચ્ચ ગણાતી કોમોનો ઉતારો પ્રજાપતિને ઘરે જ રહેતો. દ્રાપર યુગમાં પાંડવો પ્રજાપતિને ત્યાં જ ઉતાર્યા હતા. પ્રજાપતિ જ્ઞાતિ એ પ્રાચીન કાળમાં અતિ સંસ્કારી જ્ઞાતિ હતી. સંતોની પરમ્પરા પણ આ જ્ઞાતિમાં છે. સત્યુગમાં ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ પ્રજાપતિ હતા. મહારાષ્ટ્રના સંતોમાં સુપ્રસિદ્ધ ગોરા કુંભાર પણ પ્રજાપતિ હતા. પંદરમાં સૌકામાં પાટણમા થઇ ગયેલ પદ્મનાથ પ્રભુ પણ પ્રજાપતિ હતા. ખેડા જિલ્લાના બોરસદ ગમે થઇ ગયેલ સંત શ્રી ગોપાલદાસ પણ પ્રજાપતિ હતા. રાજપૂત માં થયેલ ભક્ત કુબાજી, કંકાવટી નગરીમાં થયેલ ભક્ત દંપતી રંક-વંકા. સૌરાષ્ટ્ર માં મેપ ભગત, હળવદ પાસે ટીકર ગમે કળા ભગત, ગોધરામાં થઇ ગયેલ સંતશ્રી પુરષોત્તમદાસજી પ્રજાપતિ જ હતા. સૌરાષ્ટ્ર માં વંથલી ગમે હીરા ભગત, રાણા બોરડી ગમે બોધા ભગત (મહંતશ્રી બાળકદાસજી) બગવદર ગમે જીવ ભગત (સંત હંસદાસજી) વગેરે પ્રજાપતિ જ હતા.આ ઉપરાંત સતાધારની શ્રી આપ ગીગાની જગ્યામાં ગાદી ઉપર બિરાજમાન બ્રહ્મલીન શ્રી શામજીબાપુ પ્રજાપતિ હતા અને વર્તમાન સમયે ગાદીપતિ શ્રી જીવરાજબાપુ પણ પ્રજાપતિ સંત છે. અને લઘુમહંત તરીકે શ્રી જગદીશબાપુ પણ આજ જ્ઞાતિના છે.

આમ પુરવાજોનાં પુણ્યબળથી અને સાત્વિક ગુણોના સિંચનથી પ્રજાપતિ કોમમાં અનેક ભક્તો અને મહાપુરુષો ઉત્પન્ન થયા છે. પ્રજાપતિ જ્ઞાતિની પવિત્રતા, ઉચ્ચ સંસ્કારિતા અને ગૌરવનો આ પુરાવો છે. જેમાં બ્રહ્મા પંચતત્વથી મનુષ્ય અને પ્રાણીજાતિનું છે. તમે બ્રહ્માના પુત્ર દક્ષપ્રજાપતિના વંશજો એવા પ્રજાપતિઓ પણ માટી, પ્રકાશ, હવા, પાણી અને અગ્નિથી માટીની વિવિધ કૃતિઓ સર્જન કરી, ઉત્તમ કૃતિઓના સર્જનકાર અને કલાકાર તરીકે સમાજમાં વિશિષ્ટ સ્થાન દાખવે છે.

પ્રજાપતિઓ જે સ્થાનમાં રહેતા તે સ્થાનના નામ ઉપરથી ગુર્જર, સોરઠીયા, ખંભાતી, લાડ, વરિયા, વાટલિયા વગેરે અટકો થયેલી છે.સોરઠમાં વસનારા સોરઠીયા કહેવાય. બરડા કે નાઘેરમાં રહેનારા બારાડી કે નાઘેરી કહેવાયા. ઘણા પ્રજાપતિઓ ક્ષત્રિય રાજ્યોમાં રહેતા આથી હાવડા, સોલંકી, પરમાર,ગોહિલ વગેરેએ તેમની અટકોનું અનુકરણ છે. ઘણા ભાઈઓ બાંઘકામ કે સુથારી કામ કરતા આથી કડિયા, મિસ્ત્રી, સુથાર વગેરે પેટ શાખાઓ બની. કુંભ-માટીના વાસણો બનાવનાર કુંભકાર કહેવાયા. આમ મૂળ પ્રજાપતિ જ્ઞાતિ ગુર્જર, સોરઠીયા, વરિયા, વાટલિયા, લાડ, મારુ, ખંભાતી, અજમેરી વગેરે અનેક પેટ જ્ઞાતિમાં વહેંચાયયેલ છે. જેની કુલ વસ્તી માત્ર ગુજરાતમાં જ વીસથી પચીસ લાખ અંદાજવામાં આવે છે.

પ્રજાપતિની કલાકૃતિઓ અને .તે બનાવનાર તેના સાધનોને પવિત્ર માનવામાં આવે છે. અને જીવનમાં નવ્સર્જનમાં અંશરૃપ પવિત્ર પ્રસંગોએ પ્રજાપતિ દેવની હાજરીને અનિવાર્ય ગણે છે. હિંદુઓમાં લગ્ન પ્રસંગે લગ્નમંડપમાં ચારે ખૂણે ચોરી-મરિના માટલીઓ ગોઠવવાનો રિવાજ છે. આ હોરી એ લગ્નમંડપમાં પ્રજાપતિ દેવની હાજરીનો સ્વીકાર કરે છે. પરંતુ પ્રજાપતિ જ્ઞાતિ લગ્ન મંડપમાં ચોરી બાંધતા નથી કારણ પોતેજ પ્રજાપતિ દેવની સાક્ષી રૂપ છે.

અનાદિ કાળથી મુસાફરો પ્રજાપતિના ઘરને પવિત્ર ગણી પ્રજાપતિને ત્યાંજ ઉતારવાનું પસંદ કરતા. ઓતિહાસિક દ્રષ્ટિએ જોતા, પ્રજાપતિઓમાં તેમની પવિત્રતા, નૈતિકતા, સજ્જનતા, અતિથિ સત્કાર અને આશ્રયવાદ જેવા ગુનો પરંપરાથી ચાલ્યા આવે છે. સિંહલદ્રિપમાં પરમાર રાજા ભોજની દીકરી રાણકદેવીની જોષીના કહેવાથી રાજાએ ત્યજી દીધી. પરંતુ કરનાર, આશ્રય આપનાર અને તેનામાં પવિત્રતા, પતિવૃતા અને ધૈર્યના ગુણોનું સિંચન કરનાર પ્રજાપતિ હડમત જ હતો. સિદ્ધરાજના ડરથી કુમારપાળ જયારે સંતાઈને ફરતો હતો તેને આશ્રય તથા અતિથિ સત્કાર આપનાર એક પ્રજાપતિ જ હતો. આમ પ્રજાપતિઓમાં આ ગુણોની પરંપરા અનાદિ કાળથી હાલી આવે છે.

પરંતુ માટીકામના સર્જનહાર માટે માટી યુગ પૂરો થતા અને ધાતુ યુગ સારું થતા તેની આર્થિક અવદશા સારું થઇ. આર્થિક અસદ્ધરતા, વિદ્યાનો અભાવ, રિઢીચુસ્તતા વગેરે અવદશામાં વધારો કર્યો. આમ હતા અત્યારે તેમાં વર્તમાનના વહેણને પારખી કેળવણીનો પ્રચાર વધતો જાય છે. ઘણા વ્યાપારી કુનેહથી ઈંટોના કારખાના ચલાવે છે. ઘણા બાંધકામ, ફર્નિચર, મશીનરી, વ્યાપાર વગેરે ઘંઘામાં સારી પ્રગતિ સાધી છે.ઉચ્ચ કેળવણી પામેલા વર્ગમાંથી આજે બેરિસ્ટરો, વકીલો, ડોક્ટરો, એન્જીનેરો, પ્રોફેસરો વગેરેની પદવીઓ મેળવી જ્ઞાતિની ઉન્નતિ માટે કાર્યો કરી સેવા આપી રહેલા છે.

ભારતીય પ્રજાપતિની 84 મુખ્ય શાખાઓ
ભારતના પ્રજાપતિઓનો ઇતિહાસ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ જેટલો પુરાણો અને ગૌરવવંતો છે, કેમ કે તે એક અખિલ ભારતીય કોમ - મહાજાતિ છે, જેમાં દેશભરમાં જુદા જુદા પ્રાંતોમાં નીચેની 84 મુખ્ય શાખાઓના પ્રજાપતિઓ વસે છે.

ગુર્જર વરિયા વાટલિયા સોરઠીયા પરજીયા લાડ
મારૂ ખંભાતી અજમેરી અગરાઈ હાડોતી લુણા
વરદીયા ચકવઇસ ગહેરા ગોલા કનોજીયા માગધીયા
મહર મથુરિયા કુશગર સુયરીહા ચુરિહા અથરીયા
હાથલિયા કસ્તોર ચૌહાનિયા મિશ્ર વરોદિયા પરોવીયા અગવાલા
બહરીયા દખીનાહા ચસરીયા ટીકુલીયા બદલના મહેરા
બહેલીયા વરસેરા ભરદ્રાજ દેશી વિદનીયા ચરવરી
દિલવાલ ગોરે ગદહિલા બરવરી પુડિર કસઉચા
અયોધ્યાવાસી દલરવલીયા સરવરીયા બહરઈચિયા હરિયાવાદી રામપુરીયા
જુહોતીયા હરદીયા ગાંગરી વરવાના ઉરકૌટ પરાશર
વેદી પછઇયા ભગૌડ કરારી ભટ્ટ ભાલ
ઉવરેલી કુશાવેન કુયાવન ચેટીયા પથિયાર પાયાચાર
મન્નુ નૈય્યર ઓદાર ઓધ્યાર વેલર ગૌડર
આંધ્ર નાયર પિલ્લૈ પરદેશી