શ્રી અમરશીભાઇ ભગવાનભાઇ પ્રજાપતિ (ભૂતપૂર્વ પ્રમુખશ્રી)
આપણા સમાજના અગ્રગણ્ય, પ્રતિષ્ઠિત, સેવાભાવી સદાચારી અને સરળ સ્વભાવના એવા શ્રી અમરશીભાઇ ભગવાનભાઇ પ્રજાપતિનો જન્મ સને 1927 માં ( મુ. મોટા અંકેવાડીયા તા. ધ્રાંગધ્રા ) જન્મ થયો. પિતાશ્રી ખુબજ ધર્મપ્રેમી તથા માતૃશ્રી અત્યંત દયાળુ સ્વભાવના હોવાથી આ બંનેના સદગુણો તમને વારસામાં મળેલ છે. તેઓ શ્રી ઈ.સ. 1952 માં તેમનું વતન છોડીને અમદાવામા રખિયાલ વિસ્તારમાં (મનુ સાહેબની ચાલી, રખિયાલ) વસવાટ કર્યો હતો.
તેમની આંતરિક કોઠાસુજથી તેઓએ મિલ માં નોકરી મેળવી તેમજ નોકરી બાદના સમયમાં કિરયાણાની દુકાન પણ ચલાવતા હતા. આમ તેમની ધગસ પ્રમાણે તેમને અનેક કુટુંબીજનોને અમદાવાદ લાવ્યા અને તેઓ પગભર થાય તેવા અથાગ પ્રયત્નો કર્યા. તેમનું એક દિવ્ય સ્વપ્નું હતું કે અમદાવાદ ( પૂર્વ વિસ્તાર ) ખાતે છુટા છવાયેલા પ્રજાપતિ ભાઈઓ વસે છે તેઓ એક થાય તે માટે એકતાના ભાવનાના પ્રતીક રૂપે તેઓ તમામ પ્રજાપતિ ભાઈયો તેમના નિવાસ સ્થાને એકઠા કરી તમામ ભાઈઓ એક થાત તેવી અપીલ કરી અને ત્યાં જ એક મંડળ ની રચના (સને 1990માં) કરી તે આજે મંડળ છે અન્રે તેઓ આ મંડળમાં સર્વે સમાજનો એ પ્રમુખની વરણી કરેલ હતી. હાલ ઉંમરના કારણે આ મંડળમાં સક્રિય સલાહકાર છે અને તેમના વિચાર સરની મુજબ ના મંડળ હાલ કાર્ય કરી રહ્યું છે. તેમને એકતાના બીજ વાવેલા ને આજે એક ઘટાદાર વૃક્ષ બની બેઠું છે.
શ્રી અમરશીભાઇ સમાજની અને સંતોની સેવા કરી જે આશીર્વાદ પ્રાપ્ત કરેલ હે તે આપણા પ્રેરણાદાયક છે. આપણા સમાજને તેનું અમૂલ્ય માર્ગદર્શન અને સવાનો લાભ મળે એજ અભ્યથ સહ.
મંડળની સ્થાપના તથા રજિસ્ટ્રેશન
બંધારણ પ્રમાણે આ સંસ્થાનું નામ "શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ (સૌરાષ્ટ્ર) અમદાવાદ” રાખવામાં આવેલ છે. સંસ્થાની સ્થાપના ૧૯૯૦ ના રોજ કરવામાં આવેલ છે. તારીખ ૧-૧૦-૨૦૦૧ ના રોજ સંસ્થાની રજીસ્ટ્રેશન નંબર રજી. એફ ૮૩૭૦ તા. ૧-૧૦-૨૦૦૧, ગુજ. ૮૫૨૧ (અમદાવાદ) સાથે નોંધણી કરવામાં આવેલ છે.
ઉદ્દેશ
સમાજના પ્રત્યેક વ્યક્તિનો સામાજિક, શૈક્ષણિક નૈતિક તેમજ આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરવા તથા નીચે મુજબની હેતુલક્ષી પ્રવૃતિઓ કરવી :
1) એકતા, ભ્રાતૃભાવ તથા સહકાર કેળવવા શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવી.
2) રૂઢિગત પ્રણાલિકાઓમાં પરિવર્તન લાવવું.
૩) આર્થિક વિકાસની પ્રવૃતિઓ અને સામાજિક નૈતિકતા અંગે પ્રયત્નો કરવા, જ્ઞાતિ – ભાવના દ્રઢ બનાવવા પ્રયત્નો કરવા.
૪) સમાજની વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓ સમજવી અને હાલ કરવી.
૫) સમાજના સભ્યની આકસ્મિક આફતે મદદ કરવી, તેને રક્ષણ આપવું.
૬) આરોગ્ય અંગે સાચી સમાજ આપવી અને તે માટે કેમ કરવા.
૭) લોકજાગૃતિ અને લોકમાનસ કેળવવા સભા – સંમેલન, શિબિર, વાર્તાલાપ, મેળાવડા, પ્રવાસ વગેરેનું આયોજન કરવું.
સંસ્થાના સામાન્ય બંધારણીય નિયમો
પ્રજાપતિ પુખ્ત ઉંમરની કોઈપણ વ્યક્તિ આ બંધારણ તથા નિયમોને માન્ય રાખનાર મંડળની સભાસદ થઈ શકશે. -આજીવન સભ્યફી તા. ૧-૯-૨૦૧૪ થી રૂ. ૧૦૦૦।- કરવામાં આવી છે. - વાર્ષિક સભ્ય ફી રૂ. ૧૫૧ - વાર્ષિક સભ્યએ છેલ્લા બે વર્ષથી વાર્ષિક ફી ભરી હોય તો જ મત આપવાનો અધિકાર રહેશે, તે પહેલા કોઈપણ પ્રકારનો હોદ્દો ધારણ કરી શકશે નહિ.
સેવા
"સેવા" એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે "નિઃસ્વાર્થ સેવા" અથવા ઈનામ અથવા પુન: ચુકવણીના કોઇ વિચાર વિના કરવામાં આવતી સેવા. સેવા એ આશીર્વાદ આપવાની કળા છે. પ્રાચીન ભારતમાં સેવા એ આધ્યાત્મિક વિકાસમાં મદદ કરનારા માનવામાં આવતું હતું.
સંગઠન
”સંગઠન” ને એક શબ્દ રૂપે નિહાળતા “અનેક વ્યકતિઓનું એક સાથે ભેગા થવુ ” એવો અર્થ સૌ કોઈને પ્રથમ આવે. આવા વિચારમાં માનવીઓનાં સંગઠનમાં અનેક માનવી દેહોને નિહાળી શકાય. તો શું સંગઠન એટલે ફક્ત દેહોનું મિલન ? પ્રજાપતિ જ્ઞાતિજનોને એક સાથે સમુહમિલને સંગઠન રૂપે ભેગા કરવા એ તો આપણા મંડળનું પ્રથમ પગલું છે. પરંતુ એ મિલન પહેલાં વ્યકતિગત રીતે દરેક પ્રજાપતિના હ્રદયમાં “પ્રજાપતિ ગૌરવ” છલકાવું જોઈએ. પ્રજાપતિ ગૌરવભરી જાગ્રુતિ અને શિક્ષણરૂપી જ્ઞાનગંગા સહિત એકતા-પ્રેમભાવનાના ઝરણે પ્રજાપતિ જ્ઞાતિજનોનું સમૂહમિલન એજ ખરૂ પ્રજાપતિ સંગઠન !
સહકાર
”સંગઠન” ને એક શબ્દ રૂપે નિહાળતા “અનેક વ્યકતિઓનું એક સાથે ભેગા થવુ ” એવો અર્થ સૌ કોઈને પ્રથમ આવે. આવા વિચારમાં માનવીઓનાં સંગઠનમાં અનેક માનવી દેહોને નિહાળી શકાય. તો શું સંગઠન એટલે ફક્ત દેહોનું મિલન ? પ્રજાપતિ જ્ઞાતિજનોને એક સાથે સમુહમિલને સંગઠન રૂપે ભેગા કરવા એ તો આપણા મંડળનું પ્રથમ પગલું છે. પરંતુ એ મિલન પહેલાં વ્યકતિગત રીતે દરેક પ્રજાપતિના હ્રદયમાં “પ્રજાપતિ ગૌરવ” છલકાવું જોઈએ. પ્રજાપતિ ગૌરવભરી જાગ્રુતિ અને શિક્ષણરૂપી જ્ઞાનગંગા સહિત એકતા-પ્રેમભાવનાના ઝરણે પ્રજાપતિ જ્ઞાતિજનોનું સમૂહમિલન એજ ખરૂ પ્રજાપતિ સંગઠન !