રજીસ્ટ્રેશન નંબર રજી. એફ ૮૩૭૦ તા. ૧-૧૦-૨૦૦૧, ગુજ. ૮૫૨૧ (અમદાવાદ)
About Prajapati Mandal
Latest News
કારોબારી સભ્યોની મિટિંગ તા. 2-5-2017 મંગળવાર રાત્રે 9 વાગે રાખવામાં આવેલ છે.
more
શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળ (સૌરાષ્ટ્ર) અમદાવાદ મા આપનુ સ્વાગત છે

સુજ્ઞ જ્ઞાતિજનો,

આપ સૌના સાથ સહકારથી આપની સમક્ષ શ્રી ગુર્જર પ્રજાપતિ પ્રગતિ મંડળની પ્રથમ વેબસાઈટ આપના ચરણોમાં ધરતા અમે અતિશય આનંદ અને હર્ષ અનુભવીએ છીએ.

આજના ઝડપી યુગમાં સમયની ખેંચ હોય છે. જે વ્યક્તિ સમય ની કિંમત સમજે છે તે મહા મૂલ્યને અવશ્ય પામે છે. સૌએ પોતાના સમય નું આયોજન કરવું જરૂરી છે. આ આયોજનમાં થોડો સમય આપણા સમાજ માટે ફાળવો એ દરેક સમાજની ઉન્નતી માટે જરૂરી છે. સૌને સમાજના કાર્યમાં આગળ આવવા હું નમ્ર વિનંતી કરું છું.

દિપથી દિપ, જ્યોતથી જ્યોત પ્રગટાવીએ અને સમાજ ને પ્રકાશના પંથે દોરી આપણે સૌ સફળતા ના શિખરો સર કરીએ એવી અદમ્ય આશા.

એક વાત અવશ્ય કહીશ. તમારા આચરણમાં ના હોય એ ઉપદેશ પોકળ હશે. જેનું કંઈ જ મહત્વ ના હોય અને સ્વીકાર્ય પણ ના હોય. મને જણાવતા અનહદ આનંદ થાય છે કે આપણા સમાજની સેવામાં એ રજીસ્ટર થયુ તે પહેલાથી, તેના ટ્રસ્ટ ડીડ બનાવવાથી માંડી ને માનદ મંત્રી, ઉપ પ્રમુખ ત્થા પ્રમુખ તરીકે તન-મન-ધનથી મેં આજ સુધી સેવા કરી છે, જે કદાચ આજીવન સેવાની તક મારા જેવા ફક્ત એક જ ભાગ્યશાળી ને મળી છે એ બદલ હું ધન્યતા અનુભવું છું, મારું આચરણ ખાલી ઉપદેશ નહોતો એમ સમજી આજનું યુવાધન આપણા સમાજની દરેક પ્રવૃત્તિમાં જોડાય ને સેવાનો લાભ લે એવી ઈચ્છા અને આકાંક્ષા રોકી નથી શકતો.

તમે સમાજ પાસે થી શું મેળવ્યું એ ભૂલી જાવ, તમે સમાજને શું આપ્યું એ જ મહત્વ નું છે. લેનારા કરતા દેનાર મોટો હોય છે. લેનારનો હાથ નીચો હોય છે અને આપનારનો હાથ ઉપર એ નિર્ભય સત્ય છે. નાત વિના ગત નથી. જ્ઞાતિ ગંગા એ પવિત્ર પર્વ છે. તેમાં ડૂબકી લગાવી શીતળતા અનુભવો એવી અભ્યાર્થના.

અત્યાર સુધી ના ત્રણ ત્રણ વસ્તી પત્રક પુસ્તક સ્વરૂપી આપ્યા છે, હવે એ સમયની માંગ તેને "Electronic Media" (E/M) માં માંગી રહ્યું હતું તે પૂરી કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે જે આપ સૌ બિરદાવશો. E/M ની એક ખાસિયત છે, છપાયેલા પુસ્તકમાં જે શક્ય નથી હોતું તે E/M માં એની ઝડપ, અપડેશન, કરેકશન વગેરે વગેરે.